“ કુછ એસા કર કે દિખા, ખુદ ખુશ હો જાયે ખુદા... ” છેલ્લા ત્રણ વરસથી ખેલમહાકુંભમાં જીલ્લાકક્ષાએ પ્રથમ નંબર મેળવતો આદલસરનો દિવ્યાંગ યુવાન સુરેશ. લખતર તાલુકાથી ત્રણ કી.મી. દુર આવેલ નાના એવા આદલસર ગામનાં દિવ્યાંગ યુવાને ત્રણ વર્ષની વયે તાવમાં પગ ગુમાવ્યાં બાદ પણ પોતે હિમ્મત ન હારી અને હાલમાં સતત છેલ્લા ત્રણ વર્ષથી જીલ્લાકક્ષાએ ખેલમહાકુંભમાં પ્રથમ નંબર મેળવી આજનાં યુવાનો માટે પ્રેરણા બનેલો જોવા મળે છે. લખતર તાલુકાનું આદલસર ગામ. આ ગામની લગભગ હજારેકની વસ્તી. અને આ ગામમાં કમાભાઈ મુળાભાઈ સોલંકીનો પરિવાર રહે. આ સોલંકી પરિવારમાં કમાભાઈ અને રંભાબેન કમાભાઈ ખેતમજુરી કરી ઘરનું ગુજરાન ચલાવે. અને તેમને સંતાનોમાં ચાર સંતાનો. તેમાં અનુક્રમે સુરેશ, હંસા,રંજન અને જગદીશ. આ ચાર સંતાનોમાં સૌથી મોટો સુરેશ. તેનો જન્મ ૧ જૂન ૧૯૭૪નાં રોજ થયેલો. આ સુરેશ ત્રણ વર્ષનો હતો ત્યારે તેને ભારે તાવ આવેલ. અને તે જમાનામાં કોઈ એવી એલોપેથી સારવાર નજીકમાં ઉપલબ્ધ ન હતી. આથી સુરેશનો પગ માત્ર ત્રણ વર્ષની ઉંમરે ખેંચાઈ ગયેલ. ત્યારબાદ તે દિવ્યાંગ બનેલ. બાદમાં તેણે તેનો પ્રાથમિક અભ્યાસ પોતાના ગામની એટલ...